મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા માટે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવાસ વિહોણા લોકોને આ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવાના હેતુથી આ સભા યોજાશે.
આ રાત્રી સભામાં મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા PMAY (U) 2.0 અંતર્ગત કોને અને કેવી રીતે લાભ મળવાપાત્ર થાય છે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે. પોતાના સપનાના નવીન ઘરનું બાંધકામ કરવા ઈચ્છુક આવાસ વિહોણા લોકોને આ રાત્રી સભામાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 30-45 ચોરસ મીટર કાર્પેટ એરિયાના પાકા મકાનો બનાવવામાં આવશે, જેમાં પાણી, વીજળી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.
તા. ૧૧/૦૩/૨૦૨૬, બુધવારના રોજ રાત્રીના ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૧૦ની કચેરી (જુની રવાપર ગ્રામપંચાયતની ઓફીસ), મોરબી ખાતે યોજાશે.










