Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પોલીસ મથકના ASIને સસ્પેન્ડ કરતા SP

મોરબી તાલુકા પોલીસ મથકના ASIને સસ્પેન્ડ કરતા SP

મોરબી : મોરબીમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ જિલ્લા પોલીસ વડા (એસપી) દ્વારા શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી અંગે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI સબળ સિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક મામલામાં ફરિયાદ નોંધવાની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ એસપી દ્વારા આ સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે. રેન્જ આઇજીની મુલાકાત બાદ તરત જ લેવાયેલા આ કડક પગલાને લઈને મોરબી જિલ્લાના સમગ્ર પોલીસ બેડામાં ભારે સોપો પડી ગયો છે. ફરજ પ્રત્યેની નિષ્કાળજી કે લાપરવાહી જરા પણ સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહીથી આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments