Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સભાગૃહ સહિતના પ્રોજેક્ટ્સને વેગ આપવા યંગ ઇન્ડિયા ગ્રુપની રજૂઆત

મોરબીમાં સભાગૃહ સહિતના પ્રોજેક્ટ્સને વેગ આપવા યંગ ઇન્ડિયા ગ્રુપની રજૂઆત

મોરબી : મોરબી શહેરમાં જાહેર સુવિધાઓના અભાવ અને અગાઉના બજેટમાં જાહેર થયેલા ઓડિટોરિયમ અને જાહેર બગીચાઓના પ્રોજેક્ટ્સ મુદ્દે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા મોરબી મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. 07-03-2026 ના રોજ મુખ્યમંત્રી કાર્યાલયના ઓનલાઈન પોર્ટલ મારફતે આ રજૂઆત મોકલવામાં આવી છે.

મોરબી શહેર છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે ઝડપથી વિકાસ પામી રહ્યું છે, પરંતુ તે મુજબ જાહેર સુવિધાઓનો સંતુલિત વિકાસ થયો નથી. અગાઉના બજેટમાં નાગરિકોની સુવિધા માટે સભાગૃહના નિર્માણ અંગે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. દેવેન રબારીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે નાગરિકોને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે સુલભ સુવિધા મળી રહે તે હેતુથી આ સભાગૃહના પ્રોજેકટને તાત્કાલિક ગતિ આપવામાં આવે અને તેને આગામી બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવે.

સભાગૃહ ઉપરાંત, મોરબી શહેરના સબ જેલ રોડ નજીક આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રની ઉપલબ્ધ જમીનનો યોગ્ય ઉપયોગ કરવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. આ જગ્યા પર જાહેર બગીચો, રમત-ગમતના સાધનો તથા દોડમાર્ગ (વોકિંગ ટ્રેક) વિકસાવવામાં આવે તેવી માંગ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરાઈ છે.

રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું છે કે, હાલમાં શહેરના અમુક વિસ્તારોમાં જ સુવિધાઓ વધુ કેન્દ્રિત છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નાગરિકો મૂળભૂત જાહેર સુવિધાઓથી વંચિત છે. શહેરના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે પછાત વિસ્તારોમાં પણ સુવિધા વધારવી અત્યંત જરૂરી છે. આવા પ્રોજેક્ટ્સથી નાગરિકોના આરોગ્યમાં સુધારો થશે, પર્યાવરણ જળવાશે અને શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.

આ જાહેર હિતના પ્રોજેક્ટ્સમાં યંગ ઇન્ડિયા ગ્રુપ જનસહભાગિતાના આધારે સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. દેવેન રબારીએ ખાતરી આપી છે કે જો તંત્ર દ્વારા આ દિશામાં નક્કર પગલાં લેવામાં આવશે તો સંસ્થા સક્રિય રીતે જોડાશે

આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ કલેક્ટર (જનસંપર્ક) દ્વારા મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી એન્જિનિયરને પત્ર મોકલીને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ થયેલ કાર્યવાહીની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી જવાબ અપલોડ કરવા પણ જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments