Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકાએ PGVCLના જુના રૂ.16.33 કરોડના બાકી બીલો ચૂકવ્યા

મોરબી મહાપાલિકાએ PGVCLના જુના રૂ.16.33 કરોડના બાકી બીલો ચૂકવ્યા

મોરબી : મોરબી નગરપાલિકા સમયના PGVCLના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર નવા સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપિત કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. તેમ મહાપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments