Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદ બ્રહ્મ સમાજનું ગૌરવ : હિમાંશુ મહેતાની મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે...

હળવદ બ્રહ્મ સમાજનું ગૌરવ : હિમાંશુ મહેતાની મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણૂક

મયુર રાવલ હળવદ

હળવદ, મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં હળવદ બ્રહ્મ સમાજના યુવા આગેવાન હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતાની જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂક થતા હળવદ શહેર તેમજ બ્રહ્મ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં હળવદના યુવા આગેવાન હિમાંશુ મહેતાને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂકના અવસરે હળવદ શહેરના સારા નાકે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

હિમાંશુ મહેતા યુવા, નિડર અને સંગઠન સાથે સદૈવ જોડાયેલા આગેવાન તરીકે ઓળખાય છે. તેમના જિલ્લા સ્તરે સમાવેશ થવાથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસ વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી કાર્યકરોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરના વિવિધ સામાજિક, રાજકીય તથા વેપારી આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા હિમાંશુ મહેતાને શુભેચ્છાઓ પાઠવી તેમની સફળ કામગીરી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments