રાજકોટ મોરબી હાઇવે વિરપર ગામ પાસે આવેલ બા ની વાડી પાસે ઉભેલ યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે
ઘટનાની વિગતો અનુસાર ફરિયાદી સંતોષ નંદરામ ઉર્ફે નાનાદરામ વિશ્વકર્માએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનો નાનો ભાઈ ઘનશ્યામભાઈ રાજકોટ મોરબી હાઇવે વિરપર ગામ પાસે આવેલ બા ની વાડી પાસે ઉભો હોય ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે અજાણ્યા વાહન ચાલકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.










