Saturday, March 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: લીલાપર-નવાગામ રોડ પરથી ૨.૬ કિલો ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

મોરબી: લીલાપર-નવાગામ રોડ પરથી ૨.૬ કિલો ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમે લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ એક પતરાવાળી દુકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, લીલાપરથી નવાગામ જવાના રસ્તે એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે ઉદયભાઈ રામખેલાવન વર્મા પોતાની પતરાવાળી નાસ્તાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને ગ્રાહકોને ખાનગીમાં વેચી રહ્યો છે.

આ બાતમીના આધારે સદર જગ્યાએ રેઈડ કરતા પતરાવાળી દુકાનમાંથી ૨ કિલો ૬૦૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૧,૧૦,૩૦૦ થાય છે. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત ગાંજાના વેચાણની રોકડ રકમ રૂ. ૧,૪૦૦, એક વજન કાંટો (કિંમત રૂ. ૧૦૦) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) મળીને કુલ રૂ. ૧,૧૬,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલ આરોપી ઉદયભાઈ રામખેલાવન વર્મા મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના પુરનપુર, ખજુર, જમાલપુર ગામનો વતની છે. તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમ-૮ (સી), ૨૦ (બી) અને ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે. આ કેસની આગળની વધુ કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments