Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના નવાપરામાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેરના નવાપરામાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે નવાપરા વિસ્તારમાં રેઈડ કરી મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા અને બાઈક સહિત કુલ રૂ ૫૪,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, નવાપરામાં રહેતો મુનાભાઈ રમેશભાઈ બાવળવા નામનો શખ્સ પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-H-6286માં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરવાની પેરવીમાં હતો. પોલીસે રેઈડ દરમિયાન બાઈકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ નંગ ૮૧ સીલપેક ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ ૨૪,૩૦૦ ની કિંમતનો દારૂ અને ૩૦,૦૦૦ની કિંમતનું બાઈક મળી કુલ ૫૪,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments