મિશન નવભારત (ગુજરાત) દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે. મિશન નવભારત (ગુજરાત)ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારી ઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર ભાજપ મહામંત્રી અગ્રણી ભૂપતભાઈ જારીયા ના પુત્ર ધ્રુવભાઈ જારીયાને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાં ધ્રુવભાઈ જારીયાને જુનાગઢ, પોરબંદર અને કચ્છ-ભુજ વિસ્તારોના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિશન નવભારત (ગુજરાત) દ્વારા કરાયેલ આ નિયુક્તિઓથી સંગઠનને રાજ્યભરમાં વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રુવભાઈ જારીયા હાલમાં મિશન નવભારતમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. ત્યારે ધ્રુવભાઈ જારીયાને વધુ એક જવાબદારી સોપાતા હિતેચ્છુઓ અભિનંદન પાઠવી રહ્યા છે.











