Sunday, March 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની એલ. ઈ. કોલેજના વિધાર્થીઓએ ભાજપ કાર્યાલય 'કમલમ'ની મુલાકાત લીધી

મોરબીની એલ. ઈ. કોલેજના વિધાર્થીઓએ ભાજપ કાર્યાલય ‘કમલમ’ની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સૌરાષ્ટ્ર પંથકની ખૂબ જૂની અને ખ્યાતનામ એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા એન્જિનિયરિંગના વિધાર્થીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિધાર્થીઓએ ભાજપના કાર્યાલયની મુલાકાત લઈ સંગઠન કાર્ય વિશે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ વિધાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને પક્ષના વિકાસના વિવિધ પડાવો વિશે વિગતવાર માહિતી આપી હતી. સાથે સાથે દેશના સર્વાંગી વિકાસ માટેના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પ વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ માટે એલ. ઈ. કોલેજના 60થી વધુ વિદ્યાર્થીઓને ભાજપ કાર્યાલય સુધી પહોંચવા માટેની વ્યવસ્થા અભિજિતસિંહ જાડેજાએ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments