મોરબી સિંધી સમાજ દ્વારા તા. 20 માર્ચ, ચૈત્ર સુદ 2ના શુક્રવારના શુભ દિવસે 1076મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. સમસ્ત સિંધી સમાજ મોરબીના સહયોગથી આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સવારે 7:30 કલાકે ધ્વજારોહણથી કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ સવારે 9:00 કલાકે પૂજા વિધિ, સવારે 11:00 કલાકે આરતી અને બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4:30 કલાકે સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો શુભારંભ થશે, જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને રાત્રે 8:30 કલાકે નહેરૂ ગેટ ચોક ખાતે મહા આરતી સાથે પૂર્ણ થશે. આ મહોત્સવમાં મોરબીના તમામ સિંધી પરિવારોને ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા મોરબી સિંધી સમાજ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











