Monday, March 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કોયલી (ખોડાપીપર) ગામે 20 માર્ચે રામામંડળનું આયોજન

મોરબીના કોયલી (ખોડાપીપર) ગામે 20 માર્ચે રામામંડળનું આયોજન

મોરબી તાલુકાના કોયલી (ખોડાપીપર) ગામે આગામી તારીખ 20/03/2026 ને શુક્રવારના રોજ ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જારીયા પરિવારના પુત્ર રાજ સુરેશભાઈ જારીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) બનતા તેની ખુશીમાં આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત મુજબ, કોયલી (ખોડાપીપર) મુકામે જારીયા પરિવાર દ્વારા આયોજિત આ પ્રસંગે તા. 20 ના રોજ સાંજે 04:30 કલાકે રામદેવજી મહારાજના સામૈયા યોજાશે. ત્યારબાદ સાંજે 06:00 કલાકે ભોજન સમારંભ અને રાત્રે 09:00 કલાકે કોયલીનું પ્રખ્યાત ‘અલખધણી રામામંડળ’ (રામાપીરનું જીવન ચરિત્ર) સંગીતમય શૈલીમાં પીરસવામાં આવશે.

આ પ્રસંગના આયોજક કાનાભાઈ માંણદભાઈ જારીયા, સુરેશભાઈ કાનાભાઈ જારીયા અને ગેલાભાઈ કાનાભાઈ જારીયા છે. આ ધાર્મિક ઉત્સવમાં પધારવા જારીયા પરિવાર અને નિમંત્રકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ શક્તિ કૃપા સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments