Monday, March 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમધુપુર મેલડીધામમાં મહા આરતી નિમિતે સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી

મધુપુર મેલડીધામમાં મહા આરતી નિમિતે સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી

મોરબી નજીક આવેલ મધુપુર સ્થિત મેલડીધામ ખાતે રવિવાર નિમિતે માતાજીની મહા આરતી યોજાઈ હતી. આ પાવન પ્રસંગે મોરબીના ક્ષત્રિય અગ્રણી તેમજ ભાજપના પીઢ કાર્યકતા મેઘરાજસિંહ ઝાલા (શક્તિ મેડિકલ, મોરબી) હાજર રહ્યા હતા. તેમની સાથે કોંગ્રેસ પક્ષના મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા મેઘરાજસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા,અને સુરપાલસિંહ જાડેજાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પુષ્પરાજસિંહ જાડેજાને કોંગ્રેસ પક્ષ દ્વારા ફરીથી મોરબી શહેર પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને પાઘડી પહેરાવી અને તલવાર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા આગેવાન જયદેવસિંહ જાડેજા સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments