Tuesday, March 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો: હવે...

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો: હવે ૨૭ માર્ચ સુધી કરાવી શકાશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવા અને મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઇન નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી પોતાના ગ્રામ્ય સ્તરે નોંધણી કરાવી શકશે.

ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. અગાઉ આ નોંધણી પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ ખેડૂતોના હિતમાં મુદત વધારીને હવે તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી રાખવામાં આવી છે. ખેડૂત ખાતેદારોએ પોતાના ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી નોંધણી કરાવવાની રહેશે.

નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ તેમજ જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો અને બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ખરીદીના સમયે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર અરજદારોની નોંધણી રદ કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે તેમ મોરબી જિલ્લાની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments