Thursday, March 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: રેલવે સ્ટેશન રોડ પર વૃક્ષ નીચે દબાયેલી કાર ફાયર બ્રિગેડે વૃક્ષ...

મોરબી: રેલવે સ્ટેશન રોડ પર વૃક્ષ નીચે દબાયેલી કાર ફાયર બ્રિગેડે વૃક્ષ કાપી બહાર કાઢી

મોરબી : શહેરના રેલવે સ્ટેશન રોડ પર આજે એકાએક વિશાળ વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની હતી. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર પર વૃક્ષ ખાબકતા અંદર સવાર પાંચ લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે સ્થળ પર દોડી ગઈ હતી અને ઝાડ કાપીને દબાયેલી કાર અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મળતી વિગત મુજબ, મોરબીના વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ પર અચાનક રોડ સાઈડનું વૃક્ષ ધરાશાઈ થઈને રસ્તા પરથી પસાર થતી કાર પર પડ્યું હતું. જેના કારણે કારમાં સવાર પાંચ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ કટર અને અન્ય સાધનોની મદદથી ઝાડની ડાળીઓ કાપીને કારને બહાર કાઢી હતી. કારમાં સવાર પાંચેય વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગ દ્વારા ધરાશાઈ થયેલા વૃક્ષને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments