Friday, March 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ભવ્ય ગાર્ડનનું નિર્માણ થશે

મોરબી એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ભવ્ય ગાર્ડનનું નિર્માણ થશે

મોરબીની એતિહાસિક ઓળખ સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ પાસે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ₹81.30 લાખના અંદાજિત ખર્ચ ‘ગાર્ડન ડેવલપમેન્ટ’ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા મુલાકાતીઓ માટે એક સુવિધાસભર જાહેર સ્થળ વિકસાવવાનું આયોજન છે

પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતો:

હેરિટેજ વિઝિટર સેન્ટર: જૂની ઈમારતની મૂળભૂત સંરચનામાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના તૈયાર કરવામાં આવશે.

રેડ સોઈલ વોકવે; ચાલવા માટે કુદરતી લાલ માટી (Red Soll) ના પાથવે બનાવવામાં આવશે. પદયાત્રીઓ અને વાહનોના અવરજવરના રસ્તાઓ વચ્ચે સ્પષ્ટ વિભાજન રાખવામાં આવશે.

એમ્ફી થિયેટર અને પથ્થરની બેઠકો; વિદ્યાર્થીઓની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કુદરતી પથ્થરના ફિનિશિંગ વાળું આકર્ષક અર્ધવર્તુળાકાર એમ્ફી થિયેટર બનાવવામાં આવશે. આ સાથે હેરિટેજ થીમ આધારિત વળાંકવાળી પથ્થરની બેન્ચો પણ મુકવામાં આવશે,

હેરિટેજ લાઈટિંગ: સમગ્ર પરિસરમાં રાત્રિના સમયે આકર્ષક દેખાવ માટે પરંપરાગત હેરિટેજ લેમ્પ પોસ્ટ અને ઉર્જા બચાવતી આધુનિક LED લાઈટ્સ. ઇન્સ્ટોલ કરવામાં આવશે

ગ્રીનરી અને લેન્ડસ્કેપિંગ : ગાર્ડનને હરિયાળું બનાવવા માટે ઉત્તમ પ્રકારની લોન, નાના-મોટા આકર્ષક છોડ (Shrubs) અને ગ્રાઉન્ડ કવર પ્લાન્ટેશન નું આયોજન કરવામાં આવ્યું છે

બાઉન્ડ્રી વોલ; હેરિટેજ થીમ સાથે સુસંગત એવી ઓછી ઊંચાઈની બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે, જેમાં ઇન્ટિગ્રેટેડ લાઈટિંગની સુવિધા પણ હશે.

આ ₹81.30 લાખના પ્રોજેક્ટ પૂર્ણ થવાથી એલ.ઈ. કોલેજ કેમ્પસ ની સુંદરતામાં અનેકગણો વધારો થશે અને તે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને મનોરંજનનું એક આદર્શ કેન્દ્ર બની રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments