Friday, March 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પ્રજાલક્ષી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરાઈ

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ; પ્રજાલક્ષી પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા કરાઈ

મોરબી જિલ્લામાં જનસુખાકારીના કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કલેક્ટરએ વિકાસ કામોની ગુણવત્તા બાબતે કડક વલણ અપનાવવા સ્પષ્ટ નિર્દેશ આપતા કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજાકીય સુવિધાઓના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઉનાળાને ધ્યાને રાખી જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને જરૂરી સૂચના અપાઈ હતી. બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ/ભારે પવનથી થયેલા નુકસાન અને રોડ-રસ્તાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરે કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments