Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅજય લોરિયા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટેના 1500...

અજય લોરિયા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટેના 1500 કુંડાઓનું વિતરણ

મોરબી: ગઈકાલે વિશ્વ ચકલી દિવસ હોય તે નિમિત્તે મોરબીમાં પક્ષીઓને ઉનાળાની આકરી ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી સુપર માર્કેટ ખાતે માટીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ના અજય લોરીયા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંગે વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં અબોલ પક્ષીઓ અને પ્રાણીઓને પાણી વગર તકલીફ ન પડે અને તેઓની તરસ છીપાવી શકાય તે માટે 1500 જેટલા કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહીને ઉત્સાહભેર આ કુંડાઓ લઈ ગયા હતા. તેમણે મોરબીની જનતાને અપીલ કરી હતી કે આ કુંડાઓ પોતાના ઘરે લઈ જઈને તેમાં પક્ષીઓ માટે રોજ નિયમિત રીતે પાણી ભરે.

‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ના અજય લોરીયાએ ‘સેવા પરમો ધર્મ’ નો સંદેશ આપતા જણાવ્યું હતું કે, સંસ્થા અને જિલ્લા ભાજપ પરિવારના તમામ કાર્યકર્તાઓ દ્વારા પક્ષીઓની સેવા માટે આ 1500 કુંડાઓનું વિતરણ કરાયું છે. ભર ઉનાળે પશુ-પક્ષીઓને પાણી મળી રહે તે માટે તેમણે મોરબીની પ્રજાને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરના આંગણે આ કુંડાઓ રાખે અને આકરી ગરમીમાં અબોલ જીવોની યથાશક્તિ સેવા કરે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments