મયુર રાવલ હળવદ
હળવદ: શક્તિનગર નકલંક ગુરુધામ ખાતે શ્રી સવાયા હનુમાનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં ચૈત્ર સુદ ત્રીજ ૨૧ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ 51 કુંડી મહા મારુતિ યજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ સવારે 7:00 કલાકે મહાયજ્ઞથી થશે, જ્યારે બપોરે 1:00 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ, બપોરે 3:00 થી 6:00 દરમિયાન ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સંતો અને મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.
સાંજે 108 દીવાની ભવ્ય મહા આરતી યોજાશે તેમજ મહાપ્રસાદ અને સત્સંગધારા દ્વારા ભક્તોને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થશે. સત્સંગધારામાં પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ (પીપળીધામ) ઉપસ્થિત રહેશે.
રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખ્યાતનામ ભજન ગાયક ગોપાલ સાધુ, ભુપેન્દ્ર મહારાજ, કુલદીપ ઠાકોર અને નરસિંહ મહારાજ સહિતના કલાકારો ભજન દ્વારા ભક્તિનો માહોલ સર્જશે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહંત શ્રી દલસુખરામ બાપુ તથા નકલંક ગુરુધામના સેવક મંડળો દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ધર્મપ્રેમી ભક્તજનોને આ પવિત્ર પ્રસંગે સહપરિવાર હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.












