Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમરેલી ગામે 20 દિવસથી તૂટી પાણી લાઈન, હજારો લિટર પાણીનો વેડફાટ

અમરેલી ગામે 20 દિવસથી તૂટી પાણી લાઈન, હજારો લિટર પાણીનો વેડફાટ

મોરબી નજીક આવેલા અમરેલી ગામના બાયપાસ રોડ પર, બોડાસર વાડી પ્રાથમિક શાળાની સામે છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી પીવાના પાણીની લાઈન તૂટેલી હાલતમાં છે. ભૂગર્ભ ગટરની કામગીરી કરનારાઓ દ્વારા આ લાઈન તોડી નાખવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. લાઈન તૂટી ગયા બાદ કામગીરી કરનાર અધવચ્ચે જ કામ છોડીને જતા રહ્યા છે, જેના કારણે સતત ૨૪ કલાક પાણી વહી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, યમુનાનગર નવા રોડથી આવતી નર્મદાની આ મેઈન લાઈન છે. પાણીનો પ્રવાહ એટલો બધો છે કે બાજુમાં આવેલી આખી કેનાલ પાણીથી ભરાઈ ગઈ છે અને હજારો લિટર પાણીનો રીતસરનો વેડફાટ થઈ રહ્યો છે. વધુમાં, આ પાણીની લાઈન એક નહીં પરંતુ બે અલગ-અલગ જગ્યાએથી તૂટેલી છે. પાણીના લીકેજના કારણે મુખ્ય રોડ પર મોટો ખાડો પણ પડી ગયો છે અને આસપાસનો રસ્તો ધોવાઈ રહ્યો છે, જેનાથી વાહનચાલકો માટે અકસ્માત સર્જાવાનો ભય પણ ઊભો થયો છે. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ પાણીની લાઈનનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments