રાજાવડલા ગામમાં આવેલ વાડીના કુવામાં પડી જતા ૬૨ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અંબારામભાઈ મઢવી (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગત તા. ૨૧ ના બપોરે ૩ : ૩૫ વાગ્યાના અરસામાં રાજાવડલા ગામે આવેલી પોતાની વાડીના કુવામાં કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે










