Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના રાયસંગપર નજીક કારમાં આવેલ ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

હળવદના રાયસંગપર નજીક કારમાં આવેલ ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

રાયસંગપર અને મયુરનગર વચ્ચે આવેલ બાપા સીતારામ મઢુલી પાસે ચાર ઇસમોએ કારમાં આવી લોખંડ પાઈપ અને લાકડાના ધોકા વડે માર મારી યુવાનને હાથ અને પગમાં ઈજા કરી તેમજ શરીરે સામાન્ય ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

હળવદના ભવાનીનગર ઢોરોના રહેવાસી મહેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ લીલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૯) આરોપીઓ એસ.પી. કોળી રહે કુંભારિયા, સામંત રામાભાઈ ભરવાડ, ગણપત ભરવાડ અને નીલેશભાઇ હમભી સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧ માર્ચના બપોરના સમયે આરોપીઓ કાળા કલરની નંબર વિનાની અલ્ટો કારમાં આવી રાયસંગપર અને મયુરનગર વચ્ચે બાપા સીતારામ મઢુલી પાસે ફરિયાદી મહેશભાઈ હોય ત્યાં આવી મારામારી કરી હતી

આરોપીઓએ વિજયભાઈ અને ભરતભાઈ સાથે કેમ બેસેલ કહીને લોખંડ પાઈપ અને લાકડાના ધોકા વડે હાથમાં અને ડાબા પગમાં ઢીંચણ પાસે અને ડાબા પગમાં પંજામાં ફ્રેકચર જેવી અને શરીરે સામાન્ય ઈજા કરી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments