Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક

મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક

મોરબી : ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના સહ-કોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સંસ્થા ભારતીય બીજ સહકારી લિમિટેડ (BBSSL) ના ડિરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. આ ગૌરવવંતી નિમણૂકને મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા હર્ષભેર વધાવવામાં આવી છે.

મોહનભાઈ કુંડારીયાની આ વરણીને આવકારતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, મોહનભાઈનો સહકારી ક્ષેત્ર અને સંગઠનનો બહોળો અનુભવ હવે રાષ્ટ્રીય સ્તરે બીજ ઉત્પાદન અને ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

તેમની આ મહત્વની નિમણૂક બદલ મોરબી જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને મોહનભાઈ કુંડારીયાને સોશિયલ મીડિયા તેમજ ટેલિફોનિક માધ્યમથી અભિનંદન પાઠવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments