Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi28 માર્ચે મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવા અને નવચંડી યજ્ઞનું આયોજન

28 માર્ચે મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવા અને નવચંડી યજ્ઞનું આયોજન

મોરબી : ધક્કાવાળી મેલડી મા ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા આગામી તારીખ ૨૮-૦૩-૨૦૨૬ ને શનિવારના રોજ (સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ-૧૦) નવલખી રોડ, રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ભવ્ય નવરંગા માંડવા તેમજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક મહોત્સવમાં સવારે ૭:૦૦ કલાકે ધજા રોહણ, ત્યારબાદ શુભ ચોઘડિયે થાંભલી રોપણ અને સવારે ૮:૦૦ કલાકે નવચંડી યજ્ઞ શરૂ થશે. સાંજે ૪:૦૦ કલાકે બીડ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે અને ૫:૦૦ કલાકે ભુવાઓના સામૈયા કરવામાં આવશે. દર્શનાર્થીઓ અને ભક્તો માટે સાંજે ૬:૦૦ કલાકે મહાપ્રસાદ અને ૭:૦૦ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.

રાત્રે ૯:૦૦ કલાકે ડાકલાની રમઝટ બોલાવવામાં આવશે, જેમાં જાણીતા ડાક કલાકાર હિતેષભાઈ રાવળદેવ (ગોંડલવાળા) પોતાની કલા પીરસશે. આ કાર્યક્રમમાં માતાજીના ભગત ટીના મહારાજ તેમજ પંચના ભુવાઓ ભાવેશભાઈ પોપટ, દેવાભાઈ અજાણા, ધીરુભાઈ ગણેશીયા, નવિનભાઈ વિંધાણી, કાનજીભાઈ ગરીયા, બાબુભાઈ ખાંભલા, દિનેશભાઈ ચાવડા, હિતેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ ચુડાસમા, લખનભાઈ મકવાણા અને કૌશિકભાઈ સોની ખાસ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે ૨૯-૦૩-૨૦૨૬ ને રવિવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં થશે.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઈ જાની, મંત્રી ધીરુભા જાડેજા તેમજ ટ્રસ્ટીઓ કિશોરભાઈ અગ્રાવત, રમેશચંદ્ર સાણંદીયા અને ભાવેશભાઈ મહેતા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ રૂડા અવસરે દર્શન અને મહાપ્રસાદનો ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર ન રહી શકે તેમના માટે આસ્થા સ્ટુડિયો (કેતનભાઈ સીતાપરા) દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીની યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments