Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને સહાયઃ અજયભાઈ લોરીયા દ્વારા 1 લાખનો ચેક...

મોરબીમાં શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને સહાયઃ અજયભાઈ લોરીયા દ્વારા 1 લાખનો ચેક અર્પણ

મોરબી : શહીદ દિવસ નિમિત્તે મોરબીના કમલમ ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીના શહીદ જવાન ગણેશ પરમારના પરિવારને આર્થિક સહાય અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન તેમજ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મહામંત્રી ચતુરભાઈ મકવાણાના હસ્તે શહીદના પરિવારને 1,00,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે કમલમ ખાતે દેશભક્તિના લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શહીદોની શહાદતને યાદ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments