Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક બાઈકને ઠોકર મારી અજાણ્યો કારચાલક ફરાર

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક બાઈકને ઠોકર મારી અજાણ્યો કારચાલક ફરાર

બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચતા પોલીસ મથકમાં ફરિયાદ

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી બાઈક લઈને જતા યુવાનને અજાણ્યા કાર ચાલકે ઠોકર મારી હતી બાઈકને પાછળથી ઠોકર મારતા યુવાન પડી જતા ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો

વાંકાનેર અમરનાથ સોસાયટીમા રહેતા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા (ઉ.વ.૩૦) અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી રાજકોટ હોય ત્યારે ભાઈ નરેન્દ્રસિંહનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેઓ ઢુવાથી બાઈક જીજે ૧૩ બીએફ ૦૭૫૭ લઈને નવા ઢુવા કામેથી વાંકાનેર ઘરે આવતો હતો ત્યારે વઘાસીયા ટોલનાકા પહેલા ઇંટોના ભટ્ઠા પાસે પહોંચતા પાછળથી આવતી એક ફોર વ્હીલના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી બાઈક સહીત ભાઈ નરેન્દ્રસિંહ રોડ પર પડી ગયા હતા માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા અને સારવાર બાદ યુવાનને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી

આમ ફરિયાદીના ભાઈ નરેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા (ઉ.વ.૩૪) વાળા પોતાનું બાઈક લઈને વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીકથી જતા હોય ત્યારે પાછળથી કાર ચાલકે ઠોકર મારી પછાડી દઈને ઈજા કરી પોતાની કાર લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments