Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૧-૧૩ માં મતદારોની વિસંગતતા મામલે કોંગ્રેસની રજૂઆત

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૧-૧૩ માં મતદારોની વિસંગતતા મામલે કોંગ્રેસની રજૂઆત

મોરબી મહાનગરપાલિકામાં આવતા વોર્ડ નં ૧૧ અને ૧૩ માં મતદારોની સંખ્યામાં વિસંગતતા જોવા મળી રહી છે જે બેલેન્સ કરવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજૂઆત કરી છે

કોંગ્રેસ પ્રમુખે ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ અધિકારીને રજૂઆતમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી યોજાશે અને તા. ૨૩-૦૩-૨૬ ના રોજ સુધારા મતદારયાદી જાહેર કરવામ આવી છે જે મતદારયાદી રાજકીય પક્ષોને એક એક કોપી આપવાની હોય જે યાદી જીલ્લા કોંગ્રેસ સમિતિને મળવી જોઈએ પરંતુ આજ દિવસ સુધી મળી નથી અને પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકાના વોર્ડની રચના કરવામાં આવી તે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને આધારે કરવામાં આવી છે પરંતુ વોર્ડમાં આવતા કુલ મતદારોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળે છે

મહાનગરપાલિકામાં કુલ મતદારોની સંખ્યા ૨,૦૭,૦૦૦ જેવી થાય છે એક વોર્ડમાં એવરેજ ૧૬,૦૦૦ મતદારોની સંખ્યા થવી જોઈએ ચુંટણી પંચની ગાઈડ લાઈન મુજબ ૨૦ ટકા ફેરફાર થાય તો ૧૮ થી ૧૯ હજાર સુધીની સંખ્યા થાય ત્યાં સુધી વાંધો નથી પરંતુ વોર્ડ ૧૧ માં કુલ મતદારોની સંખ્યા ૨૪,૪૭૧ થાય છે જે ગાઈડ લાઈન મુજબ વધારે છે વોર્ડ નં ૧૩ માં મતદારોની સંખ્યા ૧૫,૨૩૬ થાય છે વોર્ડ ૧૧ માં આવતા બુથ નં ૧૯/૨૫, ૨૦/૨૫, ૨૧/૨૫ અને ૨૨/૨૫ ચાર બુથને વોર્ડ ૧૩ માં સમાવિષ્ટ કરવામાં આવે તો બંને વોર્ડનું બેલેન્સ જળવાઈ રહે જેથી તુરંત ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments