તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ચારઝોનના હોમગાર્ડઝ જવાનો માટેના એક વિશેષ રમતોત્સવ ૨૦૨૬ નું રાજ્યના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ. જેમાં ચારેય ઝોનમાંથી મોટી સંખ્યામાં ચુનંદા હોમગાર્ડઝ રમતવીરોએ ભાગ લીધેલ. આ બે દિવસીય વિશેષ સમિટમાં ૧૦૦મીટર,૨૦૦મીટર,૪૦૦મીટર દોડ, રસ્સા ખેચ,ગોળાફેક, વોલીબોલસહીત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવેલ.
તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર હોમગાર્ડઝ જવાન તથા અધિકારીઓનું રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય હોમગાર્ડઝના વડા સમશેરસિંઘ (IPS)ના વરદ હસ્તે વ્યક્તિ વિશેષ સન્માન અભિવાદન કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી મોરબીના હોમગાર્ડઝ કમાન્ડન્ટ દીપ ભૂપેન્દ્રભાઈ પટેલનું રાષ્ટ્રીય કક્ષાએ સેન્ટર ફાયર તથા સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટેખ્યાતનામ શુટર્સ તરીકે સિદ્ધિ નું સોપાન સર કરેલ. જે અંગે હોમગાર્ડના વડા રાજ્યના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સમશેરસિંઘ (IPS) દ્વારા દીપ પટેલને અભિનંદન આપી વ્યક્તિ વિશેષ સન્માન સાથે ગુજરાત હોમગાર્ડઝનું નામ રાષ્ટ્રીય કક્ષાએ દિપાવવા બદલ આ સમિટમાં વિશેષ એવોર્ડ તથા સર્ટિફિકેટથી નવાજવામાં આવેલ.
ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ રમતોત્સવ ૨૦૨૬ નું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. જેમાં ગુજરાતના રાજ્યના નાણા, ગૃહ, આબકારી અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સમશેરસિંઘ (IPS), ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહીત મહાનુભાવો ઉપસ્થિતિ રહેલ.












