Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક...

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ

આગામી ચૂંટણીનો એજન્ડા નક્કી કરાયા

આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક વિશેષ સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓના રોડમેપ અને સંગઠનલક્ષી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ચૂંટણી રણનીતિ: આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત કરવા માટે બૂથ સ્તર સુધીના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જનસંપર્ક અભિયાન: સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરોને માર્ગદર્શન અપાયું હતું.

સંગઠન શક્તિ: પક્ષના માળખાને વધુ મજબૂત કરવા અને પેજ સમિતિના કાર્યને વેગ આપવા સૂચનાઓ અપાઈ હતી.

ઉપસ્થિત મહાનુભાવો:

આ બેઠકમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા મહામંત્રીઓ  નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે, અને ચતુરભાઇ મકવાણા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, વિવિધ તાલુકા મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ તાલુકા અને શહેરના પ્રભારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રભારી મંત્રીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સંગઠિત શક્તિ અને પરિશ્રમ દ્વારા આપણે આગામી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક પરિણામો હાંસલ કરીશું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments