તા. ૨૭ માર્ચથી ૨૦ એપ્રિલ સુધી રોડ બંધ રહેશે
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસકાર્યોએ વેગ પકડ્યો છે અગાઉ શહેરના મુખ્ય માર્ગો બનાવ્યા બાદ હવે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન કામગીરી કરવાની થતી હોવાથી સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન રોડ, ગાયત્રી મોબાઈલથી ચિત્રકૂટ સિનેમા રોડ અને માધાપરથી જડેશ્વર મંદિર રોડ તા. ૨૭ માર્ચથી તા. ૨૦ એપ્રિલ સુધી બંધ રહેશે
જેથી મોરબીની જનતાને વૈકલ્પિક રૂટ તરીકે આસ્વાદ પાનથી મહેન્દ્રપરા મેઈન રોડ અને સુભાષ રોડથી મંગલ ભુવન રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ નવલખી રોડનો ઉપયોગ કરવાનો રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવ ડ્રેનેજ/વોટર શાખા અધ્યક્ષની યાદીમાં જણાવ્યું છે










