માળિયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામે હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા વિનોદ ઉર્ફે કાળું રાણાભાઇ બરારીયા (ઉ.વ.૩૨) વાળાએ ગત તા. ૨૭ ના રોજ આરોપી કિશોર દેવદાન લોખીલ રહે મોટા દહીંસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈની દીકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ છે જેનું મનદુઃખનો ખાર રાખી મોટા દહીંસરા ગામની બજારમાં ઝાપા નજીક મારી નાખવાના ઈરાદે છરી વડે હાથે બગલ નીચે પાંસળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી તેમજ ફેફસામાં ગંભીર ઈજા કરી હતી
માળિયા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે મોટા દહીંસરા વાળાએ મોટા દહીંસરાથી નાના ભેલા ગામ જવાના રસ્તે છુપાયો હતો જેને બાતમીને આધારે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે











