મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલ સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર ધામ પર દરોડો કરી પોલીસે રોકડ રકમ રૂ ૨.૬૨ લાખ, અને ૨૫ હજારની કિમતના ૪ મોબાઈલ સહીત ૨.૮૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ગજાનન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ સરડવા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા, વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ, ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા, જયેશભાઈ રાઘવજીભાઈ બોપલીયા અને સાગરભાઈ રમેશભાઈ સરડવા એમ પાંચને ઝડપી લીધા હતા
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૨,૬૨,૫૦૦ અને ૪ મોબાઈલ કીમત રૂ ૨૫,૦૦૦ મળીને કુલ રૂ ૨,૮૭,૫૦૦ નો મુદામાલ કબ્જે લઈને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે











