સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આગામી તા. ૦૧ થી ૦૨ અને ૦૩ ના રોજ મોરબી જીલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાશે
મોરબી જીલ્લા ભાજપ શ્રી કમલમ, શકત શનાળા ખાતે ત્રણ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા યોજાશે જેમાં તા. ૦૧ ને બુધવારે સવારે ૯ : ૩૦ થી ૧૧ : ૩૦ સુધી માળિયા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, સવારે ૧૧ : ૩૦ થી ૧ : ૩૦ સુધી વાંકાનેર તાલુકા, જીલ્લા પંચાયત, બપોરે ૨ : ૩૦ થી ૪ : ૩૦ સુધી વાંકાનેર નગરપાલિકા, સાંજે ૪ : ૩૦ થી ૬ : ૩૦ સુધી ટંકારા તાલુકા, જીલ્લા પંચાયત અને સાંજે ૬ : ૩૦ થી ૮ : ૩૦ સુધી ટંકારા નગરપાલિકા માટે સેન્સ લેવાશે
તા. ૦૨ ને ગુરુવારે સવારે ૯ : ૩૦ થી ૧૧ : ૩૦ સુધી હળવદ તાલુકા, જીલ્લા પંચાયત અને ૧૧ : ૩૦ થી ૧ : ૩૦ સુધી મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત તેમજ બપોરે ૨ : ૩૦ થી ૪ : ૩૦ સુધી માળિયા નગરપાલિકા માટે સેન્સ લેવાશે











