Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadમોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું નિધન, સ્મશાન યાત્રા યોજાઈ

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું નિધન, સ્મશાન યાત્રા યોજાઈ

રાજકીય, સામાજિક આગેવાનો અને પરિવારજનો જોડાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું સોમવારે રાત્રીના મહેન્દ્રનગર ગામે પાર્ટી કાર્યક્રરના ઘરે મીટીંગ દરમીયાન મેજર હાર્ટ એટેક આવતા કિશોરભાઈનું દુખદ અવસાન થયું હતું આજે તેમના ઘરેથી સ્મશાનયાત્રા નીકળી હતી

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખના નિવાસસ્થાન વ્રજ વાટિકાથી સ્મશાનયાત્રા શરુ થઇ હતી અને લીલાપર રોડ પર આવેલ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પીઢ રાજકીય આગેવાનના ઓચિંતા અવસાનથી તમામ રાજકીય પક્ષોમાં શોકની લાગણી જોવા મળી હતી મોરબી જીલ્લાના ભાજપ-કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો, તેમના પરિવારજનો અને સ્નેહીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને પરિવારને સાંત્વના પૂરી પાડી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments