મોરબીનાં માળીયા મિયાણા પોલીસ દ્વારા મોટા દહિંસરા ગામે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર રાખનાર એક શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામે રહેતા કિશોર દેવદાનભાઇ લોખીલ (ઉં.વ. ૩૭) નામના શખ્સના રહેણાંક મકાન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના કબજામાંથી કોઈપણ પાસ-પરમિટ કે પરવાના વગરની એક દેશી બનાવટની પિસ્તોલ, જેની કિંમત અંદાજે રૂ. પાંચ હજાર, તેમજ ૯ નંગ જીવતા કાર્ટીઝ કિંમત રૂ ૯૦૦ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૫૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.











