મોરબીમાં નકલી આધારકાર્ડ અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કરીને પૈસા મેળવીને વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરવાના લુંટેરી દુલ્હનથી ચર્ચિત પ્રકરણના આરોપી બીપીનભાઈ વિનોદભાઈ મકવાણા અને રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠક્કરનો જામીન પર છુટકારો થયો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદીના દીકરા રાહુલ સાથે આરોપી રાજુભાઈ ઠક્કરે આરોપી ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટે ખર્ચના રૂ ૩ લાખ ઓળવી જઈને આરોપી ફરિયાદીના ઘરે ત્રણ દિવસ રોકાઈ પિતાનું મરણ થયાનું બહાનું બનાવી જતી રહી હતી અને બાદમાં પરત આવી ના હતી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી બીપીનભાઈ વિનોદભાઈ મકવાણા અને રાજેશભાઈ ઉર્ફે રાજુ જીવણભાઈ ઠક્કરની ધરપકડ કરી હતી
જે આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત નામદાર બીજા એડી. સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં દિલીપભાઈ અગેચણીયાએ ધારદાર દલીલો રજુ કરી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદો રજુ કરી કેસના તમામ સંજોગો ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, રવિ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા અને જયોતિકા કુરિય રોકાયેલ હતા











