Wednesday, April 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની ઉજવણી  

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની ઉજવણી  

મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિઓને વિકસાવવાની સાથે સાથે જરૂરિયાત મંદોને મદદ કરીને મોરબી શહેરમાં અત્યંત નામના મેળવનાર ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા ના જન્મદિવસની ઉજવણી લાતી પ્લોટમાં આવેલ હરિઓમ સ્કૂલ ખાતે બાળકોને ફુલસ્કેપ બુકો તેમજ કપડા આપીને કરવામાં આવી હતી

આ સાથે જ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ફરી સ્મિત આવ્યું હતું .આ સાથે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ ના વર્ષ 26-27 ના પ્રેસિડેન્ટ તરીકે સર્વે મેમ્બરોને લાગણીને માન આપીને સતત બીજા વર્ષે પણ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક કરવામાં આવી છે આ તકે અમારી ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાનો બર્થ ડે સેલિબ્રેશન કરી નવા ફોર્મ ભરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી અને એમના તરફથી તમામ મેમ્બરોને વેલકમ ગિફ્ટ પણ આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ બનવા માટે સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા નું પણ પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રવાદને વરેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સામાજિક સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો કરી અને મોરબીની જરૂરિયાતમંદ જનતાને ઉપયોગી થઈ સંસ્થાનુ નામ ગુંજતું કર્યું છે. આ તકે ફાઉન્ડર શોભના બા ઝાલા, પ્રીતિબેન દેસાઈ ,મયુરીબેન કોટેચા, નયનાબેન બારા, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા તેમજ કલબના સર્વે મેમ્બરોએ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તેમજ સાધના બેન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ 2017 થી સતત કાર્યરત એવી આ સંસ્થાનું નવા વર્ષના મેમ્બર્સ નું ફોર્મ ભરવાના ચાલુ છે તો સંસ્થામાં જોડાવા માંગતા મહિલાઓને 9979329837 પર કોન્ટેક્ટ કરી મેમ્બરશીપ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments