હીરાપર ગામની સીમમાં બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવી ટ્રકની ડાબી સાઈડ બમ્પર પાસે અથડાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે
મહારાષ્ટ્રના રહેવાસી મુસ્તાક ઉર્ફે મુક્કદર મુસાભાઈ પટેલે બાઈક જીજે ૩૬ ડી ૨૩૦૮ ના ચાલક હિતેશભાઈ હીરાભાઈ પરમાર રહે નેસડા (સુ.) તા. ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હ્ચે કે ગત તા. ૨૯ માર્ચના રોજ આરોપી બાઈક ચાલકે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી ટંકારા લતીપર રોડ હીરાપર ગામની સીમમાં ફરિયાદીના ટ્રક એમએચ ૧૮ એપી ૭૮૯૧ કેબીનની ડાબી સાઈડ બમ્પર બાજુએ ભટકાડી અકસ્માત કરી બાઈક ચાલક હિતેશ પરમારે પોતાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે










