મોરબી: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા જાન-માલના નુકસાનને અટકાવવા અને ફાયર સેફ્ટી અંગે લોકજાગૃતિ લાવવા માટે છેલ્લા એક અઠવાડિયામાં સઘન કામગીરી કરવામાં આવી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકીના માર્ગદર્શન હેઠળ ફાયર પ્રિવેન્શન અને ટ્રેનિંગ સહિતના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
મોરબીના વિસ્તરણને ધ્યાને રાખીને છેવાડાના વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટરોને પાણી રિફિલ કરવા માટે ટ્રાફિકમાં ન અટવાવું પડે તે માટે 05 સ્થળોએ વૈકલ્પિક વોટર પોઈન્ટ્સ ઉભા કરાયા છે:
- શોભેશ્વર રોડ પાણીનો સંપ
- ઘુનડા રોડ પાણીનો સંપ
- લીલાપર પાણીનો સંપ
- સુરજબાગ પાણીનો સંપ
- પીપળી રોડ પાણીનો સંપ











