ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજીની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા “યુગપુરૂષ વંદના” સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષો ની જીવન સંઘર્ષ ગાથા નું આયોજન કરવા માં આવેલ છે
જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા પ્રદીપભાઈ સોલંકી- સુરત, બિંદીયાબેન સોલંકી- જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે.. તો આ સંગીત સંધ્યાનો વધુ માં વધુ લોકો લાભ લે અને અને આ આપણા મહાન યુગપુરૂષો ને સ્વરાંજલિ અર્પણ કરે એવું ભાવભીનું આમંત્રણ…
તારીખ: ૧૧/૪/૨૬(શનિવાર)
સમય: રાત્રે ૯:૩૦ કલાકે
સ્થળ: તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ, ભળીયાદ કાંટે મોરબી ૨
-સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ
મોરબી











