લુંટાવદર ગામના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ, ૧૨ મોબાઈલ સહીત ૧.૭૭ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લુંટાવદર ગામે પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલા પોતાના કબ્જાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા પ્રદીપસિંહ સહદેવસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા, હરેશ રાઘવજીભાઈ સીણોજીયા, નરેન્દ્ર કરશનભાઈ ફૂલતરીયા, દિનેશ છગનભાઈ ઝાલરીયા અને મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા એમ છને ઝડપી લઈને ૧૨ મોબાઈલ કીમત રૂ ૮૦,૫૦૦ અને રોકડ રૂ ૯૬,૯૬૦ સહીત કુલ રૂ ૧,૭૭,૪૨૦ નો મુદામાલ કબજે લઈને જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે










