Friday, April 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના મોટા દહીંસરામાં તળાવમાં ન્હાવા પડેલી યુવતીનું ડૂબી જવાથી મોત

માળીયાના મોટા દહીંસરામાં તળાવમાં ન્હાવા પડેલી યુવતીનું ડૂબી જવાથી મોત

મોરબીના ત્રાજપર ગામની એક ૧૮ વર્ષીય યુવતીનું માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. કપડાં ધોવા ગયેલી યુવતી ન્હાવા પડતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

બનાવની વિગતો અનુસાર, મોરબીના ત્રાજપર ગામે રહેતી પુજાબેન મનુભાઇ કુંવરીયા (ઉં.વ. ૧૮) નામની યુવતી મોટા દહીંસરા ગામે આવેલા નાના તળાવે કપડાં ધોવા માટે ગઈ હતી. કપડાં ધોતી વખતે તે તળાવમાં ન્હાવા પડી હતી, પરંતુ અચાનક પાણીમાં ડૂબવા લાગી હતી. યુવતીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ મામલે માળીયા મિયાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments