Friday, April 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬; ૨૬મી એપ્રિલે મતદાન, ૩૦મી એપ્રિલ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ...

મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬; ૨૬મી એપ્રિલે મતદાન, ૩૦મી એપ્રિલ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે

મોરબીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા  જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ અન્વયે કુલ ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા

રાજ્ય ચૂંટણી આયોગના જાહેરનામા સાથે સમગ્ર મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ; વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થતા જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ અમલી બન્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: ૧૧-૦૪-૨૦૨૬, ઉમેદવારી પત્રોની ચકાસણી: ૧૩-૦૪-૨૦૨૬, ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫-૦૪-૨૦૨૬, મતદાનની તારીખ: ૨૬-૦૪-૨૦૨૬ (રવિવાર), મતગણતરીની તારીખ: ૨૮-૦૪-૨૦૨૬ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૩૦-૦૪-૨૦૨૬ સહિત ચૂંટણીની મહત્વની તારીખો નિર્ધારિત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા કડક સૂચનાઓ બહાર આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોનું સુચારુ આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આંકડાકીય વિગતો મુજબ, મોરબી (ગ્રામ્ય/શહેર) તાલુકામાં સૌથી વધુ ૩૫૮ મતદાન મથકો (જેમાં ૧૫૩ પંચાયત અને ૨૦૫ મહાનગરપાલિકાના મથકોનો સમાવેશ થાય છે) છે. આ ઉપરાંત, વાંકાનેર તાલુકામાં ૧૯૭, હળવદમાં ૧૩૨, ટંકારામાં ૮૬ અને માળીયા (મીં) તાલુકામાં ૭૮ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર જિલ્લામાં પંચાયતો માટે ૬૦૫, નગરપાલિકાઓ માટે ૫૧ અને મહાનગરપાલિકા માટે ૨૦૫ મતદાન મથકો માટે ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. કલેક્ટરશ્રીએ મોરબીના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અને આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments