Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ ધામ ખાતે નિશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો

મોરબીના જલારામ ધામ ખાતે નિશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો

ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૪-૨૦૨૬ શનીવાર ના  રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૫૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૩૧ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવાર ના સહયોગથી યોજાયો હતો. આ તકે ગં.સ્વ.સુનિતાબેન રમણીકભાઈ પોપટ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ-રીધ્ધી ફટાકડા (ચેરમેન-મોરબી નાગરિક બેંક), મેઘનાબેન દીપકભાઈ પોપટ, ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), હસુભાઈ હીરાણી (નોવેલ્ટી ફટાકડા), કીશોરભાઈ હીરાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), નરેન્દ્રભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, ભરતભાઈ પોપટ, યોગેશભાઈ કોટક, રવીભાઈ કોટેચા, રીશીભાઈ હીરાણી, પ્રકાશભાઈ મીરાણી, પેરિનબેન પોપટ સહીતનાં પોપટ પરિવાર તથા હીરાણી પરિવારના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments