Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિશ્વ શાંતિ માટે 9મીએ નવકાર મંત્ર જાપનું આયોજન

મોરબીમાં વિશ્વ શાંતિ માટે 9મીએ નવકાર મંત્ર જાપનું આયોજન

મોરબી : હાલ સમગ્ર વિશ્વમાં એવી અરાજકતા અને ભારે અશાંતિભરી પરિસ્થિતિ સર્જાઈ છે કે, દરેક માનવ મનનું સુખચેન અને શાંતિ હણાય ગઈ છે. આથી વિશ્વભરમાં શાંતિ સ્થાપાય તે માટે સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છતા મોરબીમાં 9 એપ્રિલને ગુરુવારે રાત્રે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ ના હેતુ માટે Jito સંસ્થા દ્વારા વિશ્વના 108 દેશો અને 100થી વધુ ભારતના શહેરોમાં એકીસાથે નવકાર મંત્ર જાપનું આયોજન થઈ રહ્યું છે. તેથી મોરબીમાં 9 એપ્રિલને ગુરુવારે રાત્રે 8 વાગ્યે મોરબીની દશાશ્રીમાળીવાડી ખાતે વિશ્વ શાંતિના અવસર પર વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ધર્મપ્રેમી જનતાને Jito ચેરમેન હેમલભાઈ શાહ દ્વારા આ નવકાર મંત્ર જાપનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયુ છે. આ આયોજનને સફળ બનાવવામાં મિહિરભાઈ દોશી સાગરભાઇ શેઠ બોનીભાઈ દફતરી અને નૈમિષ મહેતા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments