કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા માર્ગદર્શન આપશે: શક્ત શનાળા ખાતે આવેલા કમલમ કાર્યાલયે સાંજે 4 વાગ્યે કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 6 એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 6 એપ્રિલ ને સોમવારના રોજ સાંજે 4:00 વાગ્યે શક્ત શનાળા ખાતે આવેલા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા ખાસ ઉપસ્થિત રહેશે અને તમામ કાર્યકર્તાઓને પોતાનું માર્ગદર્શન પૂરું પાડશે.
મોરબી જિલ્લા ભાજપ અંતર્ગત આવતા તમામ મંડળોના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.











