કુલ ૫૭.૪૩ લાખના મુદામાલ સાથે એકને ઝડપી લીધો, પાંચ નામો ખુલ્યા
શનાળા બાયપાસ નજીક અલગ અલગ ત્રણ વાહનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ ૯૯૨૪ બોટલ તેમજ ત્રણ વાહન, મોબાઈલ સહીત ૫૭.૪૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય પાંચ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા બાયપાસ ગુલાબનગર શેરી નં ૦૧ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં સુઝુકી કેરી ગાડી જીજે ૦૩ બીઝેડ ૧૩૩૬ , સુઝુકી કેરી ગાડી જીજે ૦૩ બીઝેડ ૫૭૪૭ અને બોલેરો જીજે ૩૬ વી ૦૩૨૩ વાહનોમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઓરેન્જ વોડકા ૭૫૦ મિલીની ૧૮૬૦ બોટલ કીમત રૂ ૨૪,૧૮,૦૦૦, વોડકા ૧૮૦ મિલીની ૬૮૧૬ બોટલ કીમત રૂ ૨૨,૧૫,૨૦૦ તેમજ વોડકા ૧૮૦ મિલીની ૧૧૫૨ બોટલ કીમત રૂ ૩,૭૪,૪૦૦ અને વ્હીસ્કીની ૯૬ બોટલ કીમત રૂ ૩૧,૨૦૦ સહીત કુલ દારૂની બોટલ નંગ ૯૯૨૪ કીમત રૂ ૫૦,૩૮,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો











