Tuesday, April 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ પોલીસનો સપાટો: દિઘડીયા પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ પોલીસનો સપાટો: દિઘડીયા પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ચૂંટણી પૂર્વે કડક કાર્યવાહી, રૂ. 5.56 લાખનો મુદામાલ કબ્જે — એક આરોપી ઝડપાયો

હળવદ તાલુકામાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન દિઘડીયા ગામ નજીક હળવદ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે દિઘડીયા ગામ પાસે રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે એક સફેદ રંગની ઇક્કો સ્પોર્ટ્સ કાર (રજી. નં. GJ 36 F 9267)ને અટકાવી તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 288 બોટલો મળી આવી હતી.
ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે રૂ. 2,56,800 ગણવામાં આવી છે, જ્યારે કારની કિંમત રૂ. 3,00,000 હોવાનું સામે આવ્યું છે. આ રીતે કુલ રૂ. 5,56,800નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આ મામલે પોલીસે જયરાજભાઈ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા (રહે. કલમાદ, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હળવદ પોલીસની આ કાર્યવાહીએ બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જ્યારે ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સંપૂર્ણ સજ્જ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સમગ્ર કામગીરી માં ‌હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ, તથા સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments