Thursday, April 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઠપકો બન્યો મોતનું કારણ: પુત્રએ પિતાને કુહાડીથી મોતને ઘાટ ઉતાર્યા

ઠપકો બન્યો મોતનું કારણ: પુત્રએ પિતાને કુહાડીથી મોતને ઘાટ ઉતાર્યા

માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે પિતા-પુત્રના સંબંધને લજવતો લોહિયાળ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામધંધો કરવા બાબતે પિતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા કળિયુગી શ્રવણ એવા પુત્રએ વૃદ્ધ પિતાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જીવણભાઇ સોમાણી ઉ.85 નામના વૃદ્ધે તેમના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને કામધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને પસંદ ન આવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી ગયેલા પ્રવિણે પિતા પર કુહાડી વડે હુમલો કરી બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા વૃદ્ધ પિતાનું કરુણ મોત નીપજ્યું હતું.હત્યાના આ બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઇ સોમાણીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રવિણ સોમાણી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments