Thursday, April 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામાં અહીં કેમ બેઠા છો કહી બે યુવાન પર છરીને ઝીંકી

મોરબીના વીસીપરામાં અહીં કેમ બેઠા છો કહી બે યુવાન પર છરીને ઝીંકી

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ગત તા.7ના રોજ વહેલી સવારે મજૂરી કામે જવા માટે પાનની બંધ દુકાનના ઓટે બેઠેલા બે યુવાનને અહીં શુ કામ બેઠા છો કહી ને શખ્સોએ માર મારી છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.7ના રોજ વહેલી સવારે ફરિયાદી પિન્ટુભાઈ ભરતભાઇ ઘાટોલિયા ઉ.28 રહે.વીસીપરા વાળાઓ વહેલી ઊંઘ ઉડી જતા મજૂરી કામે જવા ઘેરથી નીકળો હતો. બાદમાં રસ્તામાં તેમનો મિત્ર સુરેશ અવચરભાઈ ઝંઝવાડિયા મળી જતા બન્ને મિત્રો વીસીપરામાં આવેલ ડીલક્ષ પાનની દુકાન પાસે બેઠા હતા ત્યારે આરોપી વસીમ યુનુસભાઈ સેડાત અને આરોપી જાવેદ ઇકબાલ મોવર રહે.બન્ને વીસીપરાવાળાઓ ત્યાં આવ્યા હતા અને અહીં કેમ બેઠા છો પૂછી ઢીકા પાટુનો માર મારી છરીના ઘા ઝીકી દીધા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments